Shreemad Pursharth Granthraj – Satyaprawesh (Gujarati)

475.00

‘સત્યપ્રવેશ’ ત્રણ ખંડમાંનો પહેલો ભાગ છે. જે સદગુરુ શ્રી અનિરુદ્ધબાપુના મૂળભૂત સિદ્ધાંતોના માર્ગ ઉપર આપણને લઈ જાય છે. માણસને જીવનમાં ઉંચુ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો સહેલો અને સરળ માર્ગ તદ્દન સાદી ભાષામાં આ ગ્રંથમાં બાપુએ રજૂ કર્યો છે. ભક્તિ અને નિષ્કામ કર્મયોગનો માર્ગ.
ભક્તિ અને નિ:સ્વાર્થ સેવાનો માર્ગ. અને બધાથી પર સામર્થ્ય મેળવવાનો માર્ગ કારણકે આ સામર્થ્ય પરમાત્માના આપણા પ્રત્યેના અકારણ કારુણ્યમાંથી જ જન્મે છે. સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા, ભય તેમજ ખોટી માન્યતાઓને જડમૂળમાંથી ઉખાડીને લોકોને સાચી ભક્તિ અને અધ્યાત્મની સમજ આપવી તેમજ પ્રગતિ અને આનંદનો માર્ગ કેટલો સહજ અને સહેલો છે એ સમજાવવાનું કાર્ય આ ગ્રંથ કરે છે.
‘સત્યપ્રવેશ’ એક સુંદર પ્રદેશમાં આપણને પ્રવેશ કરાવવા માટેનો રાજમાર્ગ ખુલ્લો કરે છે. જીવનનું જે મૂળભૂત સત્ય છે કે પરમાત્મા આપણને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા આપણી સાથે જ હોય છે એ માટેની જાગૃતતા આપણામાં લાવવાનુ કાર્ય કરે છે. ‘સત્યપ્રવેશ’ એટલે એક સુંદર જીવનમાં પ્રવેશવાનો રાજમાર્ગ છે જે દરેક શ્રદ્ધાવાન માટે બાપુએ ખૂલ્લો કર્યો છે.

5 in stock

Compare
Sold By : sappl
Categories: , ,

Customers Who Viewed This Item Also Viewed